એક સમય ને વિષે શ્રીહરિ પોતાના ભક્તજનોને સુખ આપવાને અર્થે વડતાલ પધાર્યા.

વડતાલમાં સૌ ભક્તોને બળિયા કરવા શ્રીહરિ અર્ધરાત્રિ સુધી વાતો કરતા હતા.જેમાં એક વખત મહાપ્રભુ સ્વરૂપનિષ્ઠાની વાતો કરતા હતા અને મધ્યરાત્રી થવા આવી.મહાપ્રભુને સૌ મુક્તોને આજે કંઈક અગત્યની વાત કહેવી હતી.

તેથી એ અચાનક જ તાળી વજાડી સૌને સાવધાન કર્યા.ત્યાં તો એક સંત બોલ્યા.

“હવે મહારાજ પોઢવાની રજા આપશે.”

“ના સ્વામી, મહારાજ કંઇક નવીન લીલા કરશે.”

“એક કામ કરીએ મહારાજને જ પૂછીએ કે તમે શા માટે તાળી વજાડી ? “

મહારાજ તેમની મનની ગડમથલને જોઈ બોલ્યા,

“અમને ભગવાન જાણીને જે ભજશે તેને અમે અક્ષરધામમાં લઈ જાશું. ૫ણ જે પુરુષને સ્ત્રીમાં વાસના રહેશે તેને દસ હજાર વર્ષ સુધી ભૂત થાવું ૫ડશે ને જે સ્ત્રીને પુરુષને વિષે વાસના રહેશે તેને દસ હજાર વર્ષ ભૂતડી થાવું ૫ડશે ને ૫છી જ્યારે નિર્વાસનિક થશે ત્યારે અક્ષરધામમાં લઈ જાશું..”

આ વાત સાંભળી નિર્વાસનિક ભક્તો મહાપ્રભુના આગ્રહને વંદી રહ્યા અને નિર્વાસનિક થવાના માર્ગ ચાલનારાની કાયમને માટે ઉંઘ ઉડી ગઈ અને નિર્વાસનિક થવા આગ્રહી બન્યા.