તા. ૨૦/૧૧/૨૦૧૭ના રોજ સ્વામિનરાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા.

     “આ અમે વાત કરીએ છીએ તે બે ભાઈની છે. જેમાં એક ભાઈનું નામ છગનભાઈ પણ બીજા ભાઈનું નામ યાદ આવતું નથી.”

     ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘણી વાર વિચારી રહ્યા. એટલામાં કોઈક હરિભક્ત બોલ્યા, “બાપજી, બીજા ભાઈનું નામ મગનભાઈ હશે... કહી દો ને.”

     “અમને ખોટું બોલતા નહિ ફાવે...”