તા. ૧૫/૩/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે STKમાં પૂ. સંતો તથા સમર્પિત મુક્તોને ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા.

     “નિષ્ઠાસ્વામી છે ! અરે આજે બધા નવા ભણેલા સંતો અને ખાં એ ખાં સંતો છે. સર્વોપરી સ્વામી, સાક્ષાત્ સ્વામી અને તેજોમય સ્વામી...”

     “બાપજી, આ રહ્યા પૂ. સનાતન સ્વામી...”

     “સ્વામી, સનાતન તો એક જ છે. આપણે એમ સમજવું કે સનાતન સ્વામિનારાયણ ભગવાનના દાસ છીએ.”

     “હા બાપજી... રાજી રહેજો...”

     “સ્વામી, સર્વોપરી નહિ પણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દાસ છીએ; સાક્ષાત્ નહિ પણ સાક્ષાત્ સ્વામિનારાયણ ભગવાનના દાસ છીએ... તેજોમય નહિ પણ તેજોમય સ્વામિનારાયણ ભગવાનના દાસ છીએ. વિશેષણો બધાં મહારાજનાં છે પણ આપણે નિરંતર દાસ છીએ... સમજ્યા !”