તા. ૧૧/૮/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા.

     “ ‘દયાળુ’ અને ‘મહારાજ’ એ આપણી આગવી ઓળખ છે બાપજી ?”

     “અરે, એ તો આપણો કૉપીરાઇટ માલ છે. આ માલ બીજે ક્યાંય નથી...”

     “હા, બાપજી...” આમ હરિભક્તો આ શબ્દ સાંભળતા જય જયકાર કરવા લાગ્યા.

     “અરે સાંભળો, આ આપણો કૉપીરાઇટ માલ છે પણ આપણે કૉપીરાઇટ થવું જોઈએ.”