તા. ૧૬-૯-૧૭ ને શનિવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સંકલ્પ સભામાં પ.પૂ. સ્વામીશ્રી બાપાશ્રીની વાતોનો સંદર્ભ લઈ ભાગ-1ની 35મી વાત મુજબ કઠિયારા ભક્તના જીવનની નીતિમત્તા પર વાત કરી રહ્યા હતા.

     આ વાતને અનુલક્ષીને પ.પૂ.સ્વામીશ્રીએ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ (ઓનલાઇન લાભ લેતા) સર્વે હરિભક્તોને મહારાજના અભિપ્રાયની બે-ત્રણ ટકોરરૂપ વાતો કરી.

     વાતો ખૂબ ભારે હતી. એટલે સભામાં આગળ બેઠેલા સંતો-હરિભક્તોએ પ.પૂ. સ્વામીશ્રીની ટકોરરૂપ વાત અપ્રત્યક્ષ રીતે લાભ લેનારમાં પ્રકાશિત ન થાય તે માટે એડિટ કરવાનું વિચાર્યું.

     વિભાગીય વેબસાઇટના સંત તે વાત એડિટ કરાવવા ઊભા થયા ત્યારે પ.પૂ. સ્વામીશ્રી બોલ્યા : “સ્વામી, આપ બેસી જાવ... જે હકીકત છે તે હકીકતને હકીક્ત રહેવા દો... પણ વાસ્તવિકતાના વિડિયોનું કટિંગ ન કરાવશો.”

     ત્યારે સભામાં બેઠેલા હરિભક્તો પ.પૂ.સ્વામીશ્રીની નિર્દંભતા જોઈ વિચારી રહ્યા :

     “સ્વામીશ્રી તો નિર્દંભતાનું જીવંત-સાક્ષાત્ સ્વરૂપ છે !!”