“બાપજી, આપે જે સદ્ગુરુઓની પેઢી આ સિંહાસનમાં પધરાવી છે તેમાં બધા સદ્ગુરુને ઓળખું છું પણ (આંગળી ચીંધીને) આ છેલ્લા કયા નંદ છે ?”

     દર્શને આવેલા એક નવા હરિભક્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પૂછ્યું.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીને તો પોતાના ગુરુની ઓળખ આપવાનો અવસર પ્રાપ્ત થયો હોય તેમ કેફથી કહ્યું,

     “ભગત, એ તો નંદ નથી; નંદોનાય નંદ છે. એમની તો વાત જ શી કહેવી ?”

     “બાપજી, એ નંદનું નામ શું છે ?”

     “એમનું નામ મુનિસ્વામી (સદ્. કેશવપ્રિયદાસજી સ્વામી) છે. પણ અનંત બ્રહ્માંડોને સંકલ્પે કરીને મૂર્તિમાં પહોંચાડી દે છે માટે નંદોના પણ નંદ છે.”

     એ નવા જ હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજીનું ગુરુ પરત્વેનું અપરંપાર મહિમાસભર હૈયું જોઈ તેમને વંદી રહ્યા.