ગુરુવર્ય પ.પૂ. બાપજી એક રાત્રે ઠાકોરજી જમાડવા બિરાજ્યા, જમાડવાનું શરૂ કર્યું એટલે તેઓને જમાડવામાં તીખા અને મોળા એમ બે ઢોકળા મૂક્યા.

     તેઓ બંને ઢોકળા જમાડતા જાય.

     “બાપજી, કયા ઢોકળા અનુકૂળ આવ્યા ?” પૂ. સંતોએ પૂછ્યું,

     “આ બંનેમાં શું જુદું છે ?”

     “બાપજી, એક તીખા ઢોકળા છે અને બીજા સાવ મોળા ઢોકળા છે.”

     “આ તીખું છે ?” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મોળા ઢોકળા સામું જોઈને પૂછ્યું.

     “ના બાપજી, સાવ મોળા છે.”

      “આ મોળા લાગે છે નહીં ?” તીખા ઢોકળા સામું જોઈ પૂછ્યું.

      “આ તો બધું સરખું જ લાગે છે, આ એકેયમાં કાંઈ ફેર નથી.” એમ કહી બંને પ્રકારના ઢોકળા જમ્યા ને બોલ્યા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીને શું તીખું અને શું મોળું ?

     તેમને તો અખંડ મૂર્તિનો જ સ્વાદ !!!