“અહો ! કેવી સાચી સાધુતા, મહારાજને રાજી કરવા જેમને જરૂર નથી છતાં કેવું તપ કરે છે !!”

ધોલેરા પંચતીર્થી વખતે ગુરુવર્ય પ.પૂ બાપજીને ઠંડાગાર જેવા પાણીમાં સ્નાન કરતાં જોઈ સાગરદાનભાઈનું હૃદય ગદ્ગદિત થઈ ગયું.

હવે સાગરદાનભાઈને સ્નાન કરવા જવાનું હતું.

“દેવસ્વામી, આપ આ શું કરો છો ?” ગુરુવર્ય પ.પૂ. બાપજીને તેઓએ ચૂલો સળગાવતા જોયા એટલે સહસા જ પૂછ્યું.

“આટલી ઠંડી છે અને આપ ઠંડા પાણીથી સ્નાન કરશો તો બીમાર પડશો; માટે આપના માટે ગરમ પાણી કરું છું.” ત્યારે દયાળુ મૂર્તિ બાપજી બોલ્યા.

આટલું કહી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેઓ માટે ગરમ પાણી તૈયાર કર્યું અને તે પાણીથી સ્નાન કરવા સૂચવ્યું.

“ગુરુની સેવા એક સેવક તરીકે મારે કરવી જોઈએ અને એને બદલે અહીંયાં તો ગુરુ સેવકની નિર્માનીપણે સેવા કરી રહ્યા છે. ધન્ય છે મારા ગુરુજીને કે જેમને અમારી સેવા કરવામાં કોઈ નાનપ જ નથી.” આ જોઈ સાગરદાનભાઈની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને મનોમંથન કરવા લાગ્યા.

આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સાગરદાનભાઈનું મા બાળકનું જતન કરે એવી રીતે જતન કર્યું.