સ્વામિનારાયણ ધામ,ગાંધીનગર ખાતે મધ્યાહ્ન સમયે સૌ પૂ. સંતો,પાર્ષદો,સાધકો તથા સ્ટાફમુક્તો ઘઉં સાફ કરતા હતા.

     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી મધ્યાહ્ન ભોજન ગ્રહણ કરી કોઠારમાં પધાર્યા. સૌને સેવા કરતા જોઈ એક પાર્ષદની નજીક જઈ બેસતાં કહ્યું,

      “ભગત,તમને ઘઉં ચાળતા નથી આવડતું,લાવો ચારણો.” એમ કહી તેમના હાથમાંથી ચારણો લઈ ઘઉં ચાળવા માંડ્યા. સંતો-સાધકો સેવા કરવાની ના પાડે, છતાં સેવાની મૂર્તિ સમાન વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી સેવા કરતાં બોલ્યા,

    “સેવા વગર તો સદગુરુય ન શોભે, તમારે મહારાજને રાજી કરવાના અને અમારે નહિ કરવાના ?”