વર્ષ ૨૦૧૬માં ગુરુવર્ય પ.પૂ.બાપજી અમેરિકા ખાતે સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા.

     ગુરુવર્ય પ.પૂ.બાપજીને તે દરમ્યાન અમેરિકા ન્યૂજર્સી સુધી ફ્લાઇટમાં સતત ૨૦ કલાકની મુસાફરી થવાને કારણે ગુરુવર્ય પ.પૂ.બાપજીને અવરભાવમાં ખૂબ થાક લાગેલો.

      ગુરુવર્ય પ.પૂ.બાપજી જે સ્થળે ઉતારો રાખ્યો હતો ત્યાં પહોંચ્યા. થાકથી રાહત થાય તથા સ્વાસ્થ્યના જતન માટે સાથે રહેલા પૂ.સંતો-હરિભક્તો-ડૉક્ટરોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને ગરમ પાણીથી સ્નાન કરવા માટે પ્રાર્થના કરી જેથી થાક ઊતરી જાય.

     ગુરુવર્ય પ.પૂ.બાપજીએ તરત જ પ્રત્યુત્તર આપતાં કહ્યું,

     “સંતો...! હરિભક્તો...!જે દિવસે આખું અમેરિકા કારણ સત્સંગના રંગે રંગાશે તે દિવસે અમારો થાક દૂર થશે.”

     આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજી અવરભાવના દેહ સામે ન જોતાં કારણ સત્સંગને વિશ્વવ્યાપી સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા માટે અથાક દાખડા કરતા રહ્યા છે.