વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી કચ્છના જન સમાજને કારણ સત્સંગના રંગે રંગવા માટે વિચરણમાં પધાર્યા હતા.

સૌ હરિભક્તોના પ્રેમને વશ થઈને વ્હાલા હરિકૃષ્ણ મહારાજનો માંડવી દરિયા કિનારે ‘અભિષેક’નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.

હરિકૃષ્ણ મહારાજનો અભિષેકનો લાભ સૌ સંતો-હરિભક્તો લઈ રહ્યા હતા. તે સમયે કોઈક હરિભક્તે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને જણાવ્યું કે, “સ્વામી, આ દરિયો દુબઈ સુધી છે.”

આટલું સાંભળતાં જ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ સંકલ્પ કર્યો કે, “આ દરિયામાં હરિકૃષ્ણ મહારાજે સ્નાન કર્યું છે માટે આ દરિયાનું જે કોઈ મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણીઓ પાણી પીવે તે સર્વેને હે મહારાજ, હે બાપા, હે બાપજી આ કચ્છમાં જન્મ ધરી આ કારણ સત્સંગમાં આવે તેવી દયા કરો.”

આમ, વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ છે કે કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે. તે સંકલ્પને સાકાર કરવા માટે જ પ.પૂ.સ્વામીશ્રી સંકલ્પોનું વાવેતર કરીને અનેક જીવોને કારણ સત્સંગના રંગે રંગાવી દેશે.