તા.૧૯-૭-૨૦૧૮ ને ગુરુવારના રોજ સાંજે ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌ સંતો-હરિભક્તોને દર્શન-આશીર્વાદનો લાભ આપવા આસનેથી બહાર પધાર્યા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરવા માટે અમદાવાદનાં બે બાળકો આવ્યાં હતાં. તે બંને બાળકોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને હાથ જોડીને પ્રાર્થના કરતાં કહ્યું, “બાપજી ! અમારી ઉપર સદાય રાજી રહેજો.”

     તે બંને બાળકોમાં એક બાળકે ત્રણ રંગનું અને બીજા બાળકે બે રંગનું પેન્ટ પહેરેલું. ગુરુવર્ય પ.પૂ.બાપજીએ બંને મુક્તોનાં પેન્ટ જોઈને કહ્યું,“પહેલાં પેન્ટ બદલો,પછી રાજી રહીશું.”

    આમ, ગુરુવર્ય પ.પૂ.બાપજી નાનાં બાળકોને પણ આવી નાની બાબતમાં ટકોર કરી રજોગુણી જીવન કે પહેરવેશથી પાછા વાળતા હોય છે.