“અરે ઓ સંતો-હરિભક્તો, એ વાડીના માર્ગે ચાલશો નહીં.” શ્રીજીમહારાજે સંઘે સહિત ડભાણથી વડતાલ જતાં સંતો-ભક્તોને બૂમ પાડી કહ્યું.

“કેમ મહારાજ, આપ ના પાડો છો ? અહીંથી વડતાલ ઢૂકડું થશે.” સંતોએ મહારાજને વિનંતી કરી.

“વડતાલ ઢૂકડું થશે પણ વાડીના રસ્તેથી જઈશું તો કોઈનો મોલ કચડાશે નહીં ! માટે માર્ગે ચાલો.” એટલામાં ગના ગામના ધના સુતારે આવી ચોળી આપી.

મહારાજે તેમને પૂછ્યું , “માગીને લીધી છે ?” ત્યારે તેઓ કશું ન બોલ્યા. ત્યારે તે ચોળી મહારાજે નખાવડાવી દીધી.

પછી વડતાલ જઈ ગોમતીજીના કાંઠે બેસી સભા કરી ને કહ્યું, “કોઈના વાવેલા ખેતરમાં ચાલવું નહિ અને માગ્યા (પૂછ્યા) વિના ફળ, ફૂલ કે સીંગ પણ લેવાં નહીં.”

આમ, શ્રીહરિએ સંતો-હરિભક્તોને ચોરી વર્તમાનની દૃઢતા કરાવી.