ઈ.સ. ૨૦૦૧માં સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી નગરયાત્રાનું આયોજન કર્યું હતું.

વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી પણ દર્શન-આશીર્વાદ આપવા ઘાટલોડિયા વિસ્તારની નગરયાત્રામાં પધાર્યા હતા.

ઘાટલોડિયાના કે.કે.નગર રોડ પર સમર્પણ ટાવર આગળ ગુરુદેવ પ.પૂ.બાપજીનો નગરયાત્રાનો સ્પૉટ આવ્યો. ત્યાં રસ્તાની બે બાજુ મોટું શોપિંગ સેન્ટર, બજારઅને૮૦થી ૧૦૦ ફ્લેટની બાલ્કનીમાંથી ઘણાબધા લોકો આ ભવ્ય નગરયાત્રા જોવા આવ્યા હતા.

આ જન સમુદાયને જોઈ ગુરુદેવ પ.પૂ.બાપજીએ તે સૌને ટેલ નાખતાં કહ્યું,

“અલ્યા, બધા હાથ જોડીને મહારાજનાં દર્શન કરો. જે હાથ જોડશે તેનું અમે આત્યંતિક કલ્યાણ કરીશું.”

આટલા ઘોંઘાટમાં અને દૂર ઊભેલા લોકોને ગુરુદેવ પ.પૂ. બાપજીનોઆ અવાજ સંભળાય એ અશક્ય હતું. પરંતુમોટાપુરુષના સંકલ્પે આજુબાજુમાં સેંકડો લોકોને પ્રેરણા થઈ ને નાના-મોટા,પુરુષ-મહિલાઓ તરતજ દિવ્યભાવે હાથ જોડીને ઊભા રહ્યા.

અતિ દયાળુ ગુરુદેવ પ.પૂ. બાપજીએ ખૂબ રાજી થઈને આશીર્વાદ આપ્યા,“જાવ તમારું પૂરું.”

વાહ! ગુરુદેવ પ.પૂ. બાપજી વાહ ! માત્ર હાથ જોડી દીધા તેમાં આપે ફદલમાં કલ્યાણ કરી દીધું.