તા. ૧૯-૪-૨૦૧૭ને બુધવારના રોજ વાસણા ખાતે સાંજે પૂ.સંતો ગુરુદેવ પ.પૂ.બાપજીને સંતઆશ્રમના હોલમાં વ્હિલચેરમાં વિહાર કરાવતા હતા. બીજી બાજુ પૂ.સંતો રસોડામાં રસોઈ કરતા હતા.

તે વખતે કોઈ હરિભક્તને ઇમરજન્સી સેવા હોવાથી રસોડાના પાછળના દરવાજે આવ્યા. પૂ.સંત તે હરિભક્ત સાથે કંઈક સેવા માટે વાતચીત કરતા હતા. વાતચીત કરતાં થોડી વાર લાગી. ગુરુદેવ પ.પૂ.બાપજીની દૃષ્ટિ સતત ત્યાં રહ્યા કરતી.

થોડીવાર થઈને ગુરુદેવ પ.પૂ.બાપજીએ કહ્યું, “ઓલ્યા હરિભક્ત ક્યારનાય શું વાતો કરે છે?” સંતો કહે, “બાપજી, સંતોનું કંઈક કામ છે એટલે પૂછે છે.” ગુરુદેવ પ.પૂ.બાપજીએ કહ્યું, “આટલી બધી વખત વાતો ના કરાય. રસોઈમાં એકાગ્રતા ન રહે. ભગવાનની સ્મૃતિ ન રહે. રસોઈ કરતી વખતે એકાગ્રતા રાખીને ભગવાનની સ્મૃતિ સહિત રસોઈ કરવી જોઈએ. બીજી વાતચીત ના કરાય. બે સંતો હોય તોય બીજી વાતો ન કરાય, પણ ધૂન-કીર્તન બોલાય.”

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ સેવામાં પૂ. સંતોને સ્વામિનારાયણ ભગવાનની સ્મૃતિની મહત્તા સમજાવી.