ઈ.સ. ૨૦૧૨માં ગુરુદેવ પ.પૂ. બાપજીના સંકલ્પે SMVS રજત જયંતી મહોત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તે નિમિત્તે મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે તા. ૨-૧૨-૨૦૧૨ના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી.

બાઇક રેલી સ્વામિનારાયણ ધામ ખાતે વિરામ પામી ત્યારે ઉત્સાહી બાળ-યુવકમુક્તોને ઉત્સાહભેર તાનમાં આવી નાચતા જોઈ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ટકોર કરી, “મુક્તો, આપણે મહોત્સવ ભર્યા થવા માટે કરીએ છીએ. આ નાચવા-કૂદવામાં બહારવૃત્તિ થઈ જાય તો બહુ નુકસાન કહેવાય. માટે આપણે ખૂબ ખટકો રાખવો. ભર્યા રહેવું. એ જ રીતે, મહોત્સવ દરમ્યાન પણ આપણી વૃત્તિઓ બહેકાઈ ન જાય તેનું ખાસ જાણપણું ને ખટકો રાખવો એ ખરી મહોત્સવની ઉજવણી છે.”

આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સૌ બાળ-યુવાપેઢી પાસે પણ અંતર્વૃત્તિએ યુક્ત જીવન કરાવવાની આશા સેવે છે.