ગુરુદેવ પ.પૂ. બાપજીએ ઈ.સ. ૨૦૦૭માં મંદવાડલીલા ગ્રહણ કરી હતી. બાયપાસ સર્જરી કરાવ્યે હજુ ૨૧ દિવસ જ થયા હતા.

ગુરુદેવ પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય હજુ સંપૂર્ણ સ્વસ્થ થયું ન હતું. સંતો-હરિભક્તો સૌના હૈયે ગુરુદેવ પ.પૂ. બાપજીના સ્વાસ્થ્ય અંગેની ઘણી ચિંતા રહેતી.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ ગુરુદેવ પ.પૂ. બાપજીની સેવામાં સાથે જ હતા.

તા. ૧૯-૧૨-૦૭ ને ગુરુવારના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજીના સાંનિધ્યમાં પૂ. સંતો બિરાજ્યા હતા અને ગુરુદેવ પ.પૂ. બાપજી ભવ્ય સંકલ્પ વ્યક્ત કરતાં બોલ્યા જે, “જોજો તો ખરા... સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરીપણાના દિગંતમાં ડંકા વાગશે. સર્વોપરી અજોડ ઉપાસનાનું પ્રવર્તન કરવા મહારાજ મારા સંતોને આ બ્રહ્માંડમાં ઘણાં વર્ષો રાખશે, મહારાજ-બાપાના ભવ્ય-પ્રચંડ સંકલ્પો આ ફેરે પૂરા કરવા છે અને તે મહારાજ-બાપા આ પેઢીએ જ કરશે, જરૂર કરશે.”

આમ, અવરભાવની ગંભીર મંદવાડલીલા છતાં અજોડ ઉપાસના પ્રવર્તનનો અદ્ભુત આગ્રહ જ તેમની ઉપાસનાની ખુમારીનાં દર્શન કરાવે છે.