એક સમયે શ્રીહરિ ગઢપુરમાં સભા ભરીને બિરાજમાન હતા. ત્યારે સંતોના રસમય કીર્તનમાં શ્રીહરિ રસતરબોળ હતા. અને અચાનક જ શ્રીહરિનાં નેત્રકમળ ખૂલી ગયા અને ઝટ દઈને ડાબી તરફથી જમણી તરફ દ્રષ્ટિ કરી.

નેત્રકમળની આ લીલા કંઈક વિશિષ્ટ જણાતા સદ્. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું,

“મહારાજ, આપે આ શું કર્યું ?”

“એ તો એક બ્રહ્માંડના ઉત્પત્તિ, પ્રલય, સર્જન કરનારાને ત્યાંની પ્રજા સાથે ફાવતું નહોતું, તેથી અમે બીજા બ્રહ્માંડના સાથે તેમની અદલાબદલી કરી.”

શ્રીહરિની અદલાબદલીની અલૌકિક રીત જોઈ સૌ સંતો-હરિભક્તો ખૂબ આશ્ચર્ય પામ્યા.