એક વખત ભગવાન શ્રીહરિ ગઢપુરને વિષે દાદાખાચરના દરબારમાં બિરાજમાન હતા. 

     ત્યારે મહારાજે પાળાને ઉદ્દેશીને કહ્યું, “અમારી માણકી ઘોડી લાવો. અમારે લક્ષ્મીવાડીએ જવું છે.”

     મહારાજની આજ્ઞા થતાં પાળા તરત ઘોડી લઈ આવ્યા.

     શ્રીહરિ ઘોડીને સેવા આપતાં ઘોડી પર પલાંગી લક્ષ્મીવાડીએ પધાર્યા અને ત્યાં ઓટા મધ્યે ઢોલિયા ઉપર બિરાજમાન થયા.

     તે ઓટા ઉપર બાજુમાં કોઈ તીર્થવાસી ઊતરેલા તેમને જોઈ પાળાએ કહ્યું,

      “ ઊઠો, ભાઈ અને કૂવા પાસે જઈને વિરામ કરો, અહીં મહારાજ બિરાજમાન થશે.”

      મહારાજે પેલા અજાણ્યા તીર્થવાસીને કહ્યું, “ આપ ઊઠશો નહીં.”

      આ સમામાં વાડીવાળાએ આવી મહારાજને ફૂલના હાર પહેરાવ્યા અને ચરણસ્પર્શ કરી મહારાજના આશીર્વાદ લીધા.

     ફૂલડે ગરકાવ શ્રીહરિની નયનરમ્ય દિવ્યમૂર્તિનાં દર્શન કરતા હતા.

      તે સમયે શ્રીહરિએ પેલા તીર્થવાસીને પૂછ્યું, “આપ કહાં સે આયે ?”

     “હિંદુસ્તાનથી આતે હૈ ને યહાં ગુજરાત કી યાત્રા કરને કે લીએ આયે હૈ પણ હમકું તપત ( તાવ ) બહુત આતી હૈ.” તીર્થવાસીએ કહયું.

  ત્યારે અનંતકોટિ બ્રહ્માંડ પર જેમની કરુણા નિરંતર વરસતી હોય તેવા શ્રીહરિની કરુણાના અધિકારી આ તીર્થવાસી બન્યા.

     શ્રીહરિએ  તેમને કહ્યું, “આપ યહાં રહો ને શરીરે અચ્છા હોએ તબ જાઓ.”

     પછી વાડી સંભાળનાર મુક્તને બોલાવી મહારાજે કહ્યું, “આ તીર્થવાસીને ઓરડીમાં ઉતારો આપો અને વાડીમાંથી શાક તથા રૈયા ઠક્કરની દુકાનેથી સીધું અપાવજો.”

     થોડી વાર સુધી તીર્થવાસીને જોઈ બોલ્યા , “ભગત તમે આ તીર્થવાસીની સેવા કરજો...”

        તીર્થવાસીની માંદગીને દૂર કરવા પાળાને બીજી સેવા મુકાવી તીર્થવાસીને ચાકરીમાં રાખ્યા.