અમને નિર્માની મુકતો ખુબ વ્હાલા છે..!
એક દિવસ પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા પધાર્યા.
તેઓને પૂ. સંતોએ ભોજનમાં સેવ પીરસતાં કહ્યું,
“દયાળુ, ચોમાસાના વાતાવરણને લીધે સેવ હવાઈ ગઈ છે, માટે આપ રાજી રહેજો...”
“સંતો, સેવ હવાઈ ગઈ નથી.”
“દયાળુ, આપ જમાડશો એટલે આપને ખ્યાલ આવશે કે ખરેખર સેવ હવાઈ ગઈ છે.”
“સંતો, સેવ હવાઈ ગઈ નથી પણ નિર્માની થઈ છે. એક ચોમાસાના વાતાવારણમાં તે પોતાનું કડકપણું છોડી, નિર્માની બની છે. એને ચોમાસાનો કેટલો સ્વીકાર છે ! લેશમાત્ર ઠરાવ નહીં. બસ, ચોમાસાની ભીનાશ એણે સહર્ષ સ્વીકારી લીધેલ છે. કેટલી નિર્માની ! અમને આવા નિર્માની મુક્તો ખૂબ વ્હાલા છે.!”