પોતાના મિષે પૂ.સંતોને ભલામણ.
એક વખત વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ચાલતા સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)ના મુક્તોને પ્રાત: સભામાં લાભ આપી રહ્યા હતા.
તે વખતે બે પૂ. સંતોને વિચરણાર્થે જવાનું હોવાથી પ.પૂ.સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ લેવા સભામાં પધાર્યા.પ.પૂ.સ્વામીશ્રીએ બંને પૂ.સંતોને રાજીપાની અદ્ભુત રીત શીખવતાં કહ્યું કે,
“સંતો, સેન્ટરોમાં જાવ છો તો ત્યાં ગયા પછી પણ ખૂબ ખટકો રાખજો.નિરંતર મહારાજ અને મોટાપુરુષની રુચિમાં અને આજ્ઞામાં રહેજો અને તેમનું પ્રગટપણું રાખજો.”
બંને પૂ.સંતો આ દિવ્ય રાજીપાની રીતનું ભાથું લઈ પધારી ગયા.ત્યારબાદ પ.પૂ. સ્વામીશ્રીએ સભાનો દોર હાથ પર લીધો. સભામાં લાભ આપતાં મોટાપુરુષનો વિશ્વાસ સંપાદન કરવાની અલૌકિક રીત પોતાના જીવનદર્શન દ્વારા મુક્તોને ઉદ્દેશીને બોલ્યા જે,
“મુક્તો,આપણને સેન્ટરમાં વિચરણ માટે મોકલી મોટાને આપણી ચિંતા થાય તો તે મોટાને ભીડો આપ્યો કહેવાય. સેવક 32 વર્ષથી (આટલાં વર્ષોથી) સાધુ થયો છું પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અમોને ક્યારેય ભલામણ નથી કરી કે, “દેશ-વિદેશ જાવ છો તો સાચવજો, ત્યાંના દેશકાળમાં લેવાઈ ન જતા.” એ દિવ્યપુરુષને એટલો વિશ્વાસ અપાવ્યો છે. અને મોટાએ મૂકેલા વિશ્વાસનો હું વિશ્વાસઘાત કરું તો મારા જેવો દુષ્ટ અને પાપી બીજો કોણ ?”
“માટે સંતો,મુક્તો અમે પણ તમને વિશ્વાસથી છેટે મૂકીએ છીએ તો અમારા મૂકેલા વિશ્વાસનો વિશ્વાસઘાત ન થાય તે સાચવજો, નિરંતર મહારાજ અને મોટાપુરુષનું પ્રગટપણું રાખજો અને સદાય મહારાજની અને મોટાની આજ્ઞામાં ને રુચિમાં રહેજો...