એક સમયને વિષે શ્રીજીમહારાજે ત્રણ સંતોને બોલાવ્યા.

એક સદ.આનંદાનંદસ્વામી,બીજાસદ.મુક્તાનંદ સ્વામી અને ત્રીજા સદ.સ્વરૂપાનંદ સ્વામી.

ત્રણેય સંતો મહારાજ આગળ આવી હસ્ત જોડી ઊભા રહ્યા.

“બોલો મહારાજ શું આજ્ઞા છે?”

“અમારે તમને પ્રશ્ન પૂછવો છે ?”

“પૂછો મહારાજ,સુખેથી પૂછો ”

ત્યારે શ્રીહરિ કરુણા કરીને બોલ્યા,

“અમે તમને જે જે આજ્ઞા કરીએ જે આ પ્રવૃતિની ક્રિયા કરો,ત્યારે કેમ કરો ?”

ત્યારે પ્રથમ સદ.આનંદાનંદ સ્વામીએ ઉતર કર્યો.

“જેમ તમે કહો તેમ કરીએ.”

ત્યારબાદ સદ.મુક્તાનંદ સ્વામીએ કહ્યું,”હે મહારાજ સેવકના હ્રદયમાંથી એક વેંત વૃતિ બહાર કાઢે ત્યારે ક્રિયા થાય ને તે વૃતિ તેને પાછી વાળું ત્યારે સુખ થાય.”

મહારાજે બંનેના ઉતર સાંભળી કહ્યું,

”ઠીક ,સ્વરૂપાનંદ તમે કેમ કરો?”ત્યારે સદ.સ્વરૂપાનંદ સ્વામીએ ઉતર કર્યો,

“હે દયાળુ ! હું જે ક્રિયા કરવા ને જોવા જાઉં તો તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ દેખાય.”

ત્યારે મહારાજને તો અંતર્યામીપણે  સદ.સ્વરૂપાનંદ સ્વામીની ઔલોકિક સ્થિતિની જાણ હતી જ પણ સભાને સમાસ કરવાને અર્થે બોલ્યા,

”પદાર્થ ટળી જાયને મૂર્તિ દેખાય તે માન્યામાં આવતું નથી.ત્યારે સદ.સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું,

”મહારાજ,જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનું કરીએ તેમનું તે તીરમાં લીંબુ દેખાય; તેમ વૃતિમાં આપની મૂર્તિ રહી છે તેથી વૃતિને જેમની કરું તેમની કોરે આપની મુર્તીજ દેખાય. ””

ત્યારે મહારાજ તેમના ઉતરથી અત્યંત રાજી થઇ ગયા.અને બોલ્યા,”અમારી મૂર્તિના આધારે સદ.સ્વરૂપાનંદ સ્વામી રહ્યા છે માટે સદ.આનંદાનંદ સ્વામીએ સદ.મુક્તાનંદ સ્વામી અને સદ.સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો.”