“સૌને જય સ્વામિનારાયણ.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા.

     “જય સ્વામિનારાયણ.” સભાજનોએ કહ્યું.

     “મુક્તો, આજે અમારે તકલીફ છે. મહારાજની મરજી હશે તેમ થશે.”

     સૌ સભાજનો બે હાથ જોડી વંદી રહ્યા.

     “મુક્તો, મહારાજ લાભ આપશે પણ અમારે તકલીફ છે માટે અમને લઘુ કરવા જવા દેશો…?”

     “બાપજી, આપે અનુમતિ ન લેવાની હોય...”

     “તમે સૌ શ્રીજીમહારાજના મુક્તો છો... માટે અમને જ્યારે જવું પડે ત્યારે જવા દેજો.”

     આમ જણાવી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ લાભ આપવાનો શરૂ કર્યો…