“મુક્તો, આજે આપને લાભ આપવો છે પણ મહારાજની ઇચ્છા નથી...”

     “બાપજી, આપને તકલીફ હોય તો રહેવા દો...” હરિભક્તો એકસાથે બોલ્યા.

     “અરે તકલીફ તો રહેવાની પણ તમે બધા મુક્તો સમયનું સેટિંગ કરી,વ્યવહાર-ધંધા ગૌણ કરી લાભ લેવા આવ્યા છો... અમે આટલા બધા મુમુક્ષુ ઘરાક જોઈએ તો અમારાથી સ્વામિનારાયણ પધરાવવાનો ધંધો કર્યા વગર કેમ રહેવાય !”

     “બાપજી,રાજી રહેજો,સંતો કહેતા હતા કે ડૉક્ટરે આપને 15 મિનિટથી વધારે બોલવાની ના કહી છે તો આપ અમારે કારણે તકલીફ ન લેશો.”એક હરિભક્ત દીનભાવે પ્રાર્થના કરતા બોલ્યા.

     “શું કરું મહારાજની ઇચ્છા...” એમ કહી બાપજીએ અમૃતવાણીનો લાભ આપવાનું શરૂ કર્યું.

     સંતો-પ.પૂ. સ્વામીશ્રીએ પ્રાર્થના કરી પણ લાભ આપવાનો ચાલુ જ રાખ્યો.