એક મુમુક્ષુ ગુરુદેવ પ.પૂ. બાપજીની કૃપાદૃષ્ટિથી ભીંજાયા.
જ્ઞાનસત્ર-11નો પ્રથમ દિન.
આ દિનના પ્રાતઃસેશનમાં ગુરુદેવ પ.પૂ. બાપજી પધાર્યા.
એ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ધ્યાન-ચિંતન પર લાભ આપતા હતા.
ગુરુદેવ પ.પૂ. બાપજી આવતાની સાથે સભામંડપમાં આગળ અને પાછળ બેઠેલા સંતો-ભક્તો પર દૃષ્ટિ કરતા હતા.
હસ્તની છાજલી-છત્ર નેત્ર પર કરી નીરખતાં નીરખતાં ગુરુદેવ પ.પૂ. બાપજી સેવક સંતને પૂછવા લાગ્યા,
“સ્વામી, સુરતના હરિભક્તો આવ્યા ? સ્વામી, મુંબઈના હરિભક્તો આવ્યા ? સ્વામી, જોષી ક્યાં છે ?” આમ, એક એક હરિભક્તોની નોંધ ગુરુદેવ પ.પૂ. બાપજીએ લીધી.
ગુરુદેવ પ.પૂ. બાપજીની આ રીત જોઈ સભામંડપમાં બેઠેલા એક મુમુક્ષુ સહસા બોલી ઊઠ્યા,
“બાપજી, સ્વામીશ્રી અમારી મા છે. જુઓને ! એ એક એકનું કેવું જતન કરે છે ! એક એકને કેવા સંભારે છે ! બાપજી, આપની હસ્ત છાજલી-છત્ર સમી દૃષ્ટિ-કૃપા અમારા પર – મારા પર સદાય રાખજો.”