પ.પૂ.સ્વામીશ્રીએ પૂ.સંતને પરભાવની સ્થિતિ જણાવી.
એક વખત પ.પૂ.સ્વામીશ્રી પ્રાત:સભામાં ધ્યાનના અંગની વાત કરી રહ્યા હતા. ત્યારે પ.પૂ.સ્વામીશ્રીએ પોતાની બાલ્યાવસ્થાની વાત કરતાં કહ્યું,
“સેવક નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે આખો દિવસ સ્કૂલ અને વાંચન તથા ગૃહકાર્યમાં સમય જતો. પણ રાત્રે દસ વાગ્યા પછી એકાંતમાં ધ્યાન કરવા બેસું તો સવારે પાંચ વાગ્યા સુધી ધ્યાન કરતો.”
“દયાળુ, રાત્રે પોઢવાનું નહીં !” સેવક સંતે પૂછ્યું.
ત્યારે પ.પૂ.સ્વામીશ્રીએ પરભાવની સ્થિતિમાં રહીને કહ્યું,
“અખંડ મૂર્તિના સુખમાં લુબ્ધ થતાં સમયનું ભાન ભૂલી જવાય; તેથી દેહનો ખ્યાલ જ ન રહે.”