તા. 17-1-18 ને પ્રાત:કાળનો સમય.

ગુરુવર્ય પ.પૂ.બાપજીના સેવક સંત બાજુના રૂમમાં કોઈ સેવા કરતા હતા. એવા સમયે ગુરુવર્ય પ.પૂ.બાપજીના આસનેથી કીર્તનગાનનો અવાજ આવતો હતો.

“હરિવર હીરલો રે, હીરલો લાધ્યો રે મંદિરમાં...”

સેવક સંતે જોયું તો ગુરુવર્ય પ.પૂ.બાપજી કીર્તનગાન કરતા હતા.

“બાપજી, અત્યારે કેમ કીર્તન બોલો છો ?”

“હજુ પૂજા કરવાની વાર છે તો આપણો સમય ન બગડે ને ! અને કીર્તનગાન કરતા મહારાજમાં જોડાઈ જવાય માટે.” ગુરુવર્ય પ.પૂ.બાપજી સહજતાથી બોલ્યા.

આવી રીતે ગુરુવર્ય પ.પૂ.બાપજી પોતે પરભાવનું સ્વરૂપ હોવા છતાં મુમુક્ષુને આંતરમુખી જીવન કરવા બાબતનો દિવ્ય રાહ ચીંધ્યા કરે છે.