વ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.
અમદાવાદ, વાસણા વિસ્તારમાં એક હરિભક્તના ઘરે શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા
પૂ. સંતોની રસોઈ હતી.
ગુરુવર્ય પ.પૂ. બાપજી પધરામણીએ પધાર્યા.
ઠાકોરજીની આરતી થઈ. ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ.બાપજી દરેક રૂમમાં જળ છાંટી રસોડામાં પધાર્યા.
એક સંત શ્રી હરિકૃષ્ણ મહારાજને થાળ વહેલો ધરાવી લેવા જતા હતા; તે દરમ્યાન ગુરુવર્ય પ.પૂ.બાપજી આ જોઈ બોલ્યા, “સ્વામી, આપણે ઠાકોરજી જમાડતા કેટલી વાર લાગે છે ?
જેમ આપણે શાંતિથી જમાડીએ છીએ તેમ મહારાજને પણ પ્રેમથી, ભાવથી, શાંતિથી જમાડવા જોઈએ. મહારાજ સાક્ષાત્ છે, પ્રગટ છે.”
એમ કહી ઠાકોરજીનો થાળ રાખવા દીધો.