પ.પૂ.સ્વામીશ્રીએ કોઠારના સ્વયંસેવકોને ચોકસાઈથી સેવાની રીત શીખવી.
તા. 17-12-12ના રોજ પ.પૂ.સ્વામીશ્રી રજત જયંતી મહોત્સવ અન્વયે કોઠારમાં નિરીક્ષણ માટે પધાર્યા.
“દયાળુ, કોઠારનું બધું રિર્પોર્ટિંગ બરાબર છે ને ? લાવો અમને કોઠારનું પત્રક જોવા આપશો...”
“હા, બધું બરાબર છે... લો પત્રક...” એમ કહીને એમણે પ.પૂ.સ્વામીશ્રીને પત્રક આપ્યું.
“ભગત, અહીં આવો તો; આ પાંચ કિલોના સીંગદાણાનું શું છે ?”
તેઓ નજીક આવીને પત્રક જોઈ બોલ્યા, “આ સેવકની ભૂલ છે, રાજી રહેજો...”