મહાપ્રભુએ પૂજારીને મૂર્તિને વિષે પ્રગટભાવ દૃઢ કરાવ્યો.
ધર્મદેવે સહપરિવાર અયોધ્યાથી છપૈયા જતાં રસ્તામાં મખોડા તીર્થમાં વિશ્રામ કર્યો.
મખોડાતીર્થના પૂજારીમાં ભગવાનની મર્યાદા કે પ્રગટભાવ ઘનશ્યામ પ્રભુને જોવા ન મળ્યો. તેથી ઘનશ્યામ પ્રભુ દુઃખી થઈ ગયા.
“પૂજારીજી, તમે ભગવાનની સેવા કરો છો તે ચિત્ર-પાષણ નથી. સ્વયં ભગવાન પોતે છે. તો તેમની મર્યાદા અને પ્રગટભાવ રહેવો જોઈએ.”
પૂજારીને મૂર્તિ આગળ દેહશૃંગાર કરતા જોઈ ઘનશ્યામ પ્રભુએ કહ્યું.
પૂજારીને પોતાની ભૂલ ઓળખાઈ અને પ્રશ્ચાત્તાપ થયો તેથી ઘનશ્યામ પ્રભુની માફી માગતાં કહ્યું,
“મારી ભૂલ થઈ ગઈ. હવે પછી હું આ મૂર્તિઓને વિષેથી ક્યારેય પણ પ્રગટભાવ નહિ ચૂકું. સદાય દિવ્યભાવે સેવા કરીશ.”