વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી વડોદરા મંદિરે પધાર્યા હતા.દિવસ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કથાવાર્તાનો અખાડો ચલાવ્યો હતો. તેનાથી હરિભક્તો ખૂબ બળિયા થયા હતા.

રાત્રિનો સમય થયો.

     પૂ. સંતોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને પોઢવા માટે આસન કર્યું. ગુરુવર્ય પ.પૂ. બાપજી પોઢવા પધાર્યા.

     આસન પર ગુરુવર્ય પ.પૂ. બાપજી ચરણ લાંબા કરી પોઢ્યા તરત જ બેઠા થઈ ગયા.

     સંતો પ્રત્યે બોલ્યા, “સંતો, સામે મહારાજની મૂર્તિ છે... એ બાજુ પગ ન રખાય... ઠાકોરજીનો અપરાધ ન થાય તે રીતે પોઢ્યા ત્યારે શાંતિ થઇ..

     મહારાજ તો સદાય પ્રગટ છે. માટે આસન ફેરવી દઈએ.”