ગુરુવર્ય પ.પૂ.બાપજીના મુખે પોતાના શિષ્યનો મહિમાગાન.
ઈ.સ.૨૦૧૮,ફેબ્રુઆરીમાં એક સમય ગુરુવર્ય પ.પૂ.બાપજી પોતાના આસને બિરાજ્યા હતા ત્યાં દર્શન કરવા પૂ. નિર્ગુણસ્વામી આવ્યા.
તેઓ દંડવત-દર્શન કરી ગુરુવર્ય પ.પૂ.બાપજીની નિકટ ગયા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અન્ય થોડી વાતો કરી.
પછી વાતમાંથી પૂ.નિર્ગુણસ્વામીએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી કે,“બાપજી,આપના ખૂબ દાખડાથી, આપના કથાવાર્તાના અખાડાને પરિણામે આપણા સંત-હરિભક્ત સમાજમાં જ્ઞાનમાર્ગ ઘણો વિકસ્યો છે.સહુને કૃતાર્થપણું જરૂર વર્તાય છે. – આવો નક્કોર દૃઢ નિશ્ચય પણ છે.પરંતુ આપણા સમાજમાં મળેલા સત્પુરુષના મહાત્મ્યનું જોઈએ તેવું પ્રવર્તન થયું નથી.”
ત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કહ્યું, “સ્વામી, વાત સાચી છે. પણ તે કસરને તમે સહુ સંતો પૂરજો, તમે બધાય સંતો સ્વામી (પ.પૂ.સ્વામીશ્રી)નો મહિમા ખૂબ ખૂબ ગાજો. અમારા કરતાંય પણ વધુ ને વધુ મહિમા ગાજો.”
પૂ.નિર્ગુણસ્વામી તો ગુરુવર્ય પ.પૂ.બાપજીના મુખે પ.પૂ.સ્વામીશ્રીની મહિમાગાથા સાંભળી, ગુરુવર્ય પ.પૂ.બાપજીના દાસત્વભાવને વંદી રહ્યા.
પોતાની હયાતીમાં જ પોતાના શિષ્યનો મહિમા પોતા કરતાં અધિક ગાવાનું કયા ગુરુ કહી શકે ?
પરંતુ ગુરુવર્ય પ.પૂ.બાપજીને દાસના દાસ થવામાં પળ વાર લાગતી નથી.