વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી નિત્યક્રમ અનુસાર તા. ૩૦-૬-૨૦૧૮ ને શનિવારના રોજ સાંજે વ્હિલચેરમાં પ્રદક્ષિણા કરવા પધાર્યા.

     વાસણા ખાતે કોઠારની સેવામાં રહેલા શ્રીજીઅવતાર(હરીભક્ત) રોજ સાંજે ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરવા આવે. જ્યારે દર્શન કરવા આવે ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીના ખબર-અંતર પૂછતાં કહે, “બાપજી ! આપની તબિયત કેવી છે ?”

     પરંતુ, તે દિવસે તેમની તબિયત સારી ન હતી તેવો ખ્યાલ ગુરુવર્ય પ.પૂ. બાપજીને હતો. એ આવ્યા કે તરત ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સામેથી પૂછ્યું કે, “તમારું B.P. કેટલું છે ?” તે વખતે સાથે રહેલા સેવક સંતને કહ્યું, “તેમનું B.P. માપજો ને તેમની ચિંતા રાખજો.”

      નાનામાં નાના હરિભક્તની પણ કેટલી ચિંતા...! એ તો જનેતા છે ને....!!!