પોતાની નહિ પણ અન્યની ચિંતા કરતા પ.પૂ. સ્વામીશ્રી
સંત ઘડવૈયા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)માં પ્રાત: સભાનો લાભ આપી રહ્યા હતા. તે સમયે સંસ્થાના મોટેરા સંત આવ્યા ને તેઓ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની આગળ બેસી ગયા.
તે પૂ. સંત બીમાર હતા. તો તેની જાણ પૂ. સંતોને ખ્યાલ આવ્યો ને તેમણે તરત જ પૂ. સંતો બાજુનો પંખો બંધ કરી દીધો.
આ દૃશ્ય પ.પૂ. સ્વામીશ્રીએ જોયું ને તરત જ ઉપર દૃષ્ટિ કરી તો ખ્યાલ આવ્યો કે, પૂ. સંતોની બાજુનો પંખો બંધ કર્યો ને તરત પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું,
“સ્વામી, આ સ્વામી બીમાર છે તો તે બાજુ પંખો બંધ કર્યો તો આ અમારી ઉપર રહેલો પંખો પણ બંધ કરી દો. સ્વામીને તકલીફ પડશે.”
આમ, વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને પોતાના લાડકવાયા પૂ. સંતોની કેટલી ચિંતા કે પોતાની સામે દૃષ્ટિ જ નહિ ને બીજાને કેમ સુખ મળે તે બાજુ જ દૃષ્ટિ.