માત્ર હરિભક્તનું જ નહિ, પશુનું પણ નિજ-સુખ ઇચ્છતા.
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની અમદાવાદ નરોડા વિસ્તારના સ્થાનિક સંતો-હરિભક્તોએ 20 જેટલી પધરામણી રાખી હતી.
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પધરામણી દરમ્યાન સૌને વર્તમાન ધરાવે, વ્યસન છોડાવે, કંઠી પહેરાવે, સત્સંગ કરાવે ને નિયમ પણ આપે. આવી રીતે સૌના ઘરે પ.પૂ. સ્વામીશ્રી સૌને બળિયા કરતા હતા.
એક ગૃહેથી બીજા ગૃહે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ગાડીમાં જઈ રહ્યા હતા. બીજા ઘરે જતા હતા તે કાચો રસ્તો હતો. ગાડી ત્યાંથી પસાર થતી હતી. ત્યાં રસ્તામાં એક ગાય બેઠી હતી. તો હરિભક્તે હૉર્ન વગાડી ગાયને રસ્તા વચ્ચેથી ઊભી કરી. પછી ગાડી આગળ લીધી.
હરહંમેશ પરસુખમાં જ મગ્ન રહેતા હોય તેવા પ.પૂ. સ્વામીશ્રી આ દૃશ્ય નિહાળતાં કેમ રહી શકે ? તે જ ક્ષણે તે હરિભક્તને કહ્યું કે, “દયાળુ, આપણી પાસે તો ગાડી છે. તે ગાયની પાસે કશું જ નથી. આપણી પાસે રહેવા માટે ઘર છે; એ ગાય પાસે ઘર પણ નથી. આપણે ગાડી બાજુમાંથી લીધી હોત તો... તે ગાયને તકલીફ શું કરવા આપી ?”