સંત ઘડવૈયા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સ્વચકાસણી ફોર્મેટ ભરતા
સંત કેમ્પ ૨૦૧૯, ફેબ્રુઆરીના ત્રણેય દિવસની પ્રાતઃ સભામાં વહાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળ્યો હતો.
પ્રાતઃ સભા અન્વયે ત્રણેય દિવસ માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. સંતો માટે ત્રણ દિવસના ત્રણ સ્વચકાસણી ફોર્મેટ તૈયાર કરાવ્યા હતા.
જે પ્રાતઃસેશનમાં પૂ. સંતોને તે ફોર્મ ભરાવવામાં આવતા અને ફોર્મ સ્વચકાસણી માટે, લેખન માટે ૩૦-૪૦ મિનિટ ફાળવવામાં આવતી.
તે સમય દરમ્યાન પૂ. સંતોની સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ તે ફોર્મ ભરતા.
પોતાને કંઈ જરૂર ન હોવા છતાંય, સૌને પ્રેરણા આપવા તથા અન્યને કહેતા પહેલાં પોતે હંમેશાં વર્તવું તેવો આદર્શ દર્શાવ્યો.