સુરેન્દ્રનગર બ્રહ્મસત્રની દિવ્ય લીલા સંભારતાં આંખો અશ્રુભીની થઈ જાય. બાપજી, આપ સવારે ૬થી રાત્રે ૧૧ વાગ્યા સુધી કથાવાર્તાનો લાભ આપી સુખિયા કરતા. ફરીથી આપ પાંચ-સાત સભ્યોના ટ્યૂશન ક્લાસ રાત્રે ૧ વાગ્યા સુધી ચલાવતા.

છતાં સવારે અમારા બધા કરતાં વહેલા ઊઠી પૂજાપાઠ પતાવી અમને જગાડતાં અમારા ઓશિકા નીચે દિવ્ય ચરણ નાખી પ્રેમથી હલાવી પાંચ-સાત સભ્યોને જગાડતાં કહેતા, “અવાજ ન કરો; બીજા જાગી જશે.” એક સ્નાન કરી લે પછી બીજા સભ્યોને જગાડતા.

૧૦૦-૧૫૦ જેટલા મુક્તોને ગુરુદેવ પ.પૂ. બાપજી વારાફરતી જગાડતા. કેવા દયાળુ ! ગુરુદેવ પ.પૂ. બાપજી પોતાની ઊંઘ છોડી હરિભક્તોની દસ મિનિટની ઊંઘ ન બગાડતા.

એ માટે આપ કેટલું સહન કરતા. આમ, ગુરુદેવ પ.પૂ. બાપજી, આપની કરુણા અનહદ છે !