ગુરુદેવ પ.પૂ.બાપજી વાસણા પૂ.સંતોને સંકલ્પ જણાવતા કે, “અમારે યુવકમુક્તોને અમારા જેવા સિદ્ધાંતવાદી કરવા છે. તમામ સેન્ટરમાંથી આગ્રહી યુવકોને બોલાવી તેમને ખૂબ બળિયા કરવા છે.” મહારાજનું-બાપાનું જ્ઞાન જીવમાં પધરાવી દેવું છે.એમ વારંવાર સંકલ્પ જણાવતા.

તે અન્વયે પૂ.સંતોએ અમદાવાદ ઝોનના સેન્ટરમાંથી સિલેક્ટેડ હરિભક્તોનાં આ સભામાં લેવા માટે નામ નક્કી કરીને આપ્યાં. ગુરુદેવ પ.પૂ.બાપજીએ કહ્યું,“કોણ કોણ લાભ લેવાનું છે? તેનું લિસ્ટ મને આપો. હું જેને સિલેક્ટ કરું તેને જ આ જ્ઞાનસભાનો લાભ લેવાનો. બીજા કોઈ વધારાના આમાં ન આવવા જોઈએ.” પૂ.સંતોએ ગુરુદેવ પ.પૂ.બાપજી પાસે એક એક મુક્તનાં નામ બોલી પાસ કરાવ્યાં અને ગુરુદેવ પ.પૂ.બાપજીની રુચિ મુજબ આગળ વધ્યા.

તા.૨૭-૫-૨૦૧૭ને શનિવારે પ્રથમ જ્ઞાનસભા ગોઠવાઈ. જેમાં ગુરુદેવ પ.પૂ.બાપજીએ આ સિલેક્ટેડ યુવકો પર ખૂબ રાજીપો જણાવ્યો. પોતાના સંકલ્પો જણાવતાં કહ્યું કે, “આટલા જો સિદ્ધાંતવાદી થઈ જાય તો આખા બ્રહ્માંડને તોડી નાખે એવા છે. કોઈ આપણી સામું એક આંગળી પણ ચીંધી ન શકે.” એ રીતે ખૂબ કથાવાર્તા કરી સૌને સુખિયા કર્યા.કાર્ય સત્સંગ અને કારણ સત્સંગ આ બંનેના ભેદની ઝીણવટભરી ખૂબ ઊંડાણપૂર્વક સમજૂતી આપી.