મારે કાંઈ જાણવું નથી
એક દિવસ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના આસને પૂ. સંતોની ગોષ્ઠિ ચાલી રહી હતી. ગોષ્ઠિમાં પૂ. સંતોના ફોન બાબતે ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા દરમ્યાન પાવરબેંકનો મુદ્દો નીકળ્યો.
પૂ. સંતોએ ગુરુજીને જાણ કરી, “પાવરબેંક દ્વારા પૂ. સંતોના ફોનની બેટરી ચાર્જ કરી શકાય. જેના કારણે પૂ. સંતોને વિચરણમાં તકલીફ ન પડે.” આ મુદ્દો ચાલતો હતો.
તે સમયે એક સંત ગુરુજીને બતાવવા માટે પાવરબેંક લઈ આવ્યા. સંતે લાવીને ગુરુજીને બતાવતાં કહ્યું, “દયાળુ ! આ પાવરબેંક છે. આમાં બે-ત્રણ પ્રકાર પણ આવતા હોય છે.”
ગુરુજીએ એમાં બહુ રસ ન દાખવતાં કહ્યું, “બરોબર, ઠીક છે... પૂ. સંતોને જરૂર રહેતી હોય તો ભલેને વાપરે. અમારે એમાં વધુ કાંઈ જાણવું જરૂરી નથી. અમારે પાવરબેંક જોવાની પણ જરૂર નથી. માટે અમને બતાવશો પણ નહીં.”
આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ટેક્ નોલૉજી પરત્વેની પોતાની અરુચિ સ્પષ્ટપણે જણાવી.