આદર્શ વડીલ કેમ્પમાં વડીલોને બળપ્રેરક લાભ આપી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સંત આશ્રમમાં પરત પધારતા હતા. રસ્તામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ STKના મુક્તોને પૂછ્યું, “મુક્તો ! બોલો, આજે સભામાંથી શું જોયું ? શું લીધું ?”

“સ્વામી, મને એક પ્રશ્ન થાય છે પૂછું ?” STKના મુક્તએ હાથ જોડી પ્રાર્થના કરતાં પૂછ્યું.

“બોલો મહારાજ.”

“સ્વામી, આપ જ કહો છો કે પાકા ઘડે હવે કાંઠા ન ચડે. વડીલો પાકા ઘડા જેવા છે. વડીલો પાછળ મહેનત કરવામાં કંઈ ખાસ રિઝલ્ટ મળવાનું નથી એવું જાણવા છતાં આપ એમની પાછળ આટલો દાખડો શા માટે કરી રહ્યા છો ?”

“મુક્તો ! અમને ખબર છે પરંતુ જે થોડું ઘણું રિઝલ્ટ મળે તે એમનું કામ થઈ જાય. આ ઉંમરે પણ એમાંથી જે ૫ - ૧૦ સ્થિતિના માર્ગે આગળ વધે તોય અમારો દાખડો જરૂર લેખે લાગશે ! એવા વિચારથી અમને તેમના પાછળ મંડ્યા રહેવું, મહેનત કરવી ગમે છે.”

SBSના બાળમુક્ત હોય કે આદર્શ કેમ્પના યુવાન હોય કે પછી વડીલ કેમ્પના મોટી ઉંમરના વડીલો હોય પરંતુ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાં સૌને સ્થિતિ પમાડવાનો આગ્રહ - આલોચ એકસરખો જોવા મળે !

વાહ દયાળુ ! આપ આપનું સ્થિતિ પમાડવાનું બિરુદ સાર્થક કરવા કેવા મંડ્યા છો !!