સંતૂર ફાર્મમાં એસ.ટી.કે.ના મુક્તોની શિબિર ચાલુ હતી.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગાર્ડનમાં એસ.ટી.કે.ના મુક્તોને કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. સભા પૂર્ણ થયા બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરી સૌ મુક્તો લાઇબ્રેરી-એકાંત કરવા પધારી ગયા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી છેલ્લે હતા. રસ્તામાં તેઓએ એક ખુરશી પર સ્પીકર જોયું. લાઇબ્રેરીમાં જવાની ઉતાવળમાં કોઈ મુક્તોને અંદર લઈ જવાનું યાદ ન રહેલું.

દાસત્વની મૂર્તિ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પોતાના હાથે સ્પીકર અને ખુરશી ઉંચકી અંદર રૂમમાં લઈને આવવા લાગ્યા. આ દૃશ્ય એક સમર્પિત મુક્ત જોઈ ગયા.ખૂબ જ ઝડપથી શરમિંદા મુખે તેઓ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પાસે આવ્યા.

“સ્વામી, આપ રહેવા દો. લાવો આ સેવક સ્પીકરને અંદર મૂકી આવશે.”

“કેમ ? અમારે આ સેવા કરવાની જ હોય ને ! અમે તો તમારા સૌના દાસ છીએ. સેવાથી મહારાજ રાજી થાય.”

સત્પુરુષના સ્થાને હોવા છતાં નાનાથીય નાના થઈને રહેવામાં એમને જરીએ સંકોચ નહીં ! સમયોચિત આપસૂઝથી સેવાને ઉપાડી લેવાની અને ઘરધણી થઈ દરેક વસ્તુની યોગ્ય જાળવણી કરવાની અદ્ભૂત રીતનાં દર્શન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની હર એક ક્રિયામાં થતા હોય છે. એસ.ટી.કે.ના સમર્પિત મુક્તોની તથા નિકટમાં રહેનાર મુક્તોની જીવન પાઠશાળા બની જતા હોય છે.