તા. ૦૭-૧૧-૨૦૧૩ ને જ્ઞાનસત્રના દ્વિતીય દિને મધ્યાહ્ન સેશનમાં ગુરુદેવ પ.પૂ. બાપજી લાભ આપી રહ્યા હતા. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી જે વચનામૃત માંથી લાભ આપી રહ્યા હતા તે વચનામૃતમાં પેનનું ઢાંકણું લગાવેલું હતું. તેથી તેમણે હજુ ઢાંકણું કાઢ્યું જ હતું ત્યાં જયજયકાર શરૂ થઈ ગયો. તેથી તેમણે હાથમાં ઢાંકણું પકડી રાખ્યું અને જેવો જયજયકાર પૂર્ણ થયો કે તરત જ તેમની સેવામાં રહેલા અર્પણભાઈને બોલાવી કહ્યું, “ઢાંકણું કોનું છે ? જે હરિભક્તનું હોય તેમને પરત કરી દો.”

          એક નાનુંસરખું પેનનું ઢાંકણું પણ તેના માલિકને પરત કરવામાં કેવી ચોકસાઈ..! વાહ ! ગુરુદેવ વાહ !