માળાનું અંગ.
એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણમાં પધારતા હતા.
ગાડીમાં બેસતાની સાથે જ,
“સ્વામી, માળા લીધી ?” ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સહજતાથી પૂછ્યું.
“ના બાપજી, એ તો ભૂલી જ ગયો.”
“માળા એટલે 108 ભડાકાવાળી બંદૂક. (માળામાં 108 મણકા હોય તેથી) સાધુએ તે લીધા વિના ક્યાંય ન જવાય. માટે ઉપર આસને જઈ માળા લઈ આવો. સાધુ માળા વગર શોભે નહિ ને વિચરણમાં માળા તો અવશ્ય જોઈએ જ.”
“હા બાપજી, લઈ આવું છું.”
માળા આવી પછી જ તેઓ વિચરણ અર્થે પધાર્યા.