ભૂજના સાંખ્યયોગી સૂરજબા મહામુક્ત હતાં. એક વખત ગઢપુરમાં શ્રીહરિને તેમણે વાત કરી : “હે મહારાજ, આપના હસ્ત જેવા મારા હાથ છે કે નહીં ?”

“ના, અમારા હાથ જેવા તમારા હાથ નથી.” આટલું સાંભળી સૂરજબા વિહ્ વળ થઈ બોલ્યાં, “મહારાજ, આ હાથથી આપની સેવા કરી છે. માટે આપના જેવા મારા હાથ નહીં ?”

“સૂરજબા એ વાત ખરી હોં ! તો તો તમારા હાથ અમારા હાથ જેવા જ હોં !” મહારાજે જાર મંગાવી પારેવાને નાખતાં બોલ્યા, “આ બધા કચ્છમાં મુક્ત થશે.” પછી સૂરજબાને વર આપતાં કહ્યું કે, “સૂરજબા, તમે જેને વર્તમાન ધરાવશો તેને અમે મૂર્તિના સુખમાં લઈ જઈશું.”

મુક્ત સંગેની વિલક્ષણ એકતાનાં દર્શન કરાવનાર શ્રીહરિના દિવ્ય ચરણકમળમાં કોટાનકોટિ પ્રણામ !