એક વાર મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એક યુવાન આવીને બેઠો હતો.

     એ યુવાન આમ તો ભક્તિવાળો હતો. પરંતુ એનામાં નાનુંસરખું વ્યસન ઘર કરી ગયેલું. એ એનાથી કંટાળી ગયેલો પણ એ છૂટતું નહોતું.

     ગુરુવર્ય પ.પૂ. બાપજી આસને પધાર્યા. પણ યુવાન કશું ન બોલ્યો.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અંતર્યામીપણે પ્રેમથી કહ્યું, “અલ્યા વ્યસન છે ને ! છોડી દે.” મહારાજ રાજી થશે

     “સ્વામી, નથી છૂટતું !” યુવાન લાચારી બતાવતા બોલ્યો.

     “ના, શું છૂટે ? બધું છૂટી જાય. સાવ મડદા જેવી વાત કરે છે ને  ! આપણી જોડે મહારાજ અને બાપા છે પછી શાના ડરવાનું, હેં ! મક્કમ નિર્ધાર કર. અમે તારી વતી મહારાજ, બાપા ને સદ્ગુરુઓને પ્રાર્થના કરીશું. તારા મનથી મૂક. વ્યસન મૂકીશ એટલે તું મરી નહિ જાય. લાવ, તને અમે લખી આપીએ...”

     “સ્વામી, આજથી મહારાજ, બાપા ને સદ્ગુરુશ્રીઓના બળે સંકલ્પ કરું છું; કે વ્યસન ક્યારેય નહિ કરું.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એને જળ આપ્યું અને કહ્યું, “હે મહારાજ, બાપા, સદ્ગુરુશ્રીઓ આને બળ આપો; જેથી એનું વ્યસન નીકળી જાય.”

     આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજી યુવકોને વિષમ દેશકાળથી બચાવી સહૃદયી બની રહેતા.