બાળમુક્તો દિવ્યજીવનના રાહે ચાલશો ને !
18-7-17ને મંગળવારના રોજ સવારે મંગળા આરતીનાં દર્શન બાદ પ.પૂ. સ્વામીશ્રી ગુરુકુળના બાળમુક્તોને લાભ આપવા પધાર્યા.
“બાળમુક્તો, જય સ્વામિનારાયણ...”
“દયાળુ, જય સ્વામિનારાયણ...” બાળમુક્તો સમૂહમાં બોલ્યા.
“મુક્તો, આજે પ્રાર્થનામાં શું આવ્યું ?”
ઘણા બાળમુક્તોએ હાથ ઊંચા કર્યા એટલે એમાંથી પ.પૂ. સ્વામીશ્રીએ એક બાળમુક્તને ઉત્તર આપવા સંમતિ આપી.
બાળમુક્ત ઉત્તર કરતા હતા પણ અવાજ સંભળાતો નહોતો.
એટલે તેમણે તે બાળમુક્તને પ્રેમથી પોતાની નિકટ બોલાવી કહ્યું,
“લો, માઇકમાં ઉત્તર કરો...”
“આજે દિવસ દરમ્યાન ક્રોધ કે ગુસ્સો ન કરવો...”
“ખરું, તમને આજની દિવ્યજીવન રાહની પ્રાર્થના યાદ રહી... શાબાશ ! પ્રથમ યાદ રહેવી જોઈએ. પણ પ્રાર્થના કર્યા પછીનું સ્ટેપ શું ?”
“સ્વામી, જીવનભર ક્રોધ કે ગુસ્સો ન જ કરવો આવું નક્કી કરવું.” એક બાળમુક્તે ઉત્સાહમાં ઊભા થઈ ઉત્તર કર્યો.
“વગાડો, તાલી. આ મુક્તરાજ બહુ બળિયા છે. દિવ્યજીવન રાહની પ્રાર્થના કેવળ આજ દિન માટે એ સમજી આપણે આજના દિને ક્રોધ-ગુસ્સો ન આવે એનું અનુસંધાન રાખીએ છીએ. પણ ખરું આ કરવાનું છે. તો આપણે દિવ્યજીવનના રાહે ચાલ્યા કહેવાય. ચાલશો ને !”
“હા, સ્વામી...” બધા બાળમુક્તો ભલામણ સ્વીકારતા બોલ્યા.