વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી આદર્શ બાળસભા (ABS)ના કૅમ્પમાં પોતાના લાડીલા બાળમુક્તોને સુખિયા કરવા પધાર્યા હતા.

બાળમુક્તોને સહજમાં સમજાય તે રીતે દિવ્યવાણીનો લાભ આપતા હતા.

બાળમુક્તોને વાત સમજાય તે માટે પ.પૂ. સ્વામીશ્રીને બોલપેનની જરૂર પડી તેથી પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “બાળમુક્તો પેન આપશો ?”

લો...સ્વામી... લો...સ્વામી... ! એમ કરતાં કરતાં બાળમુક્તોએ 25 જેટલી પેનો પ.પૂ. સ્વામીશ્રીને આપી.

ત્યાં તો પ.પૂ. સ્વામીશ્રીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું,

“પેન આપવા બદલ Thank You.”