જ્ઞાનસત્ર -11માં દર્શન વિભાગમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સૌને દર્શન આપતા હતા.

     “અશ્વિનભાઈ, અહીં અમારી પાસે આવો.

     “હા બાપજી...

     “આ માસમાં હવે સુરત લાભ આપવા પધારવું જ છે...

     “ના, બાપજી, આપનું સ્વાસ્થ્ય સારું નથી. અવરભાવમાં બોલાતું નથી અને બી.પી. પણ વધઘટ રહે છે તો આપ આરામ કરો. અમે બધા આપનો લાભ લેવા આવીશું...

     “અરે, તમે કોઈ આવતા નથી... પણ અમારે તો આવવું જ છે. ભલે તકલીફ પડે પણ આ માસમાં તો આવવું જ છે...

     “ના બાપજી, અમે બધા બે-ત્રણ લક્ઝરી ભરીને આપનો લાભ લેવા આવીશું...

     “110 % આવશો ને !”

     “હા બાપજી અમે આવીશું. અમે હવે આપને આ અંગે ફરિયાદ નહિ આવવા દઈએ...

     “ભલે, પણ તમે બધા નિયમિત મંદિરે એક વાર જજો અને સંતોનો જોગ-સમાગમ કરજો તો અમે સ્વસ્થ થઈ જઈશું...

     અશ્વિનભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો આગ્રહ જોઈ ભીંજાઈ ગયા.