ગુરુવર્ય પ.પૂ.બાપજી થોડા સમય પહેલાં રોજ રાત્રે ચોખાના લોટનું ખીચું જ ગ્રહણ કરતા.

પૂ. સંતોએ ઠાકોરજીના થાળમાં ઈડલી બનાવી હતી.

રાત્રિનો જમાડવાનો સમય થયો.

ગુરુવર્ય પ.પૂ.બાપજી જમાડવા બિરાજ્યા ત્યારે પૂ. સેવક સંત પત્તરમાં ખીચાની સાથે ઈડલી પીરસવા જતા હતા.

“આ શું છે ?” ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પૂછ્યું.

“બાપજી, આ ઈડલી છે. બાપજી, ખીચું એ પણ ચોખાના બાફેલા લોટનું બને અને આ ઈડલી પણ ચોખાના બાફેલા લોટની જ બને. માટે આપ ઈડલીને પણ લો.” પૂ. સેવક સંતે કહ્યું.

“એમ ! બેય જો બાફેલો ચોખાનો લોટ જ કહેવાય તો ખીચું શું ખોટું છે ? અમારે ઈડલી નથી લેવી. જમાડવામાં જેટલું સાદું હોય તે જ અમને ગમે. પણ ઠાકોરજી માટે તો કંઈક નવી રસોઈ કરીને મહારાજને રાજી કરવા.”