ગુરુવર્ય પ.પૂ.બાપજીની સેવામાં રહેલ સેવક સંત અંગત સેવાકીય વ્યવહાર કરતા હોય ત્યારે તેમના બોલવામાં અંગ્રેજી શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય.

“સ્વામી, તમે જેવું અંગ્રેજી બોલો છો તેવું અમને બોલતા ન આવડે...”

ગુરુવર્ય પ.પૂ.બાપજી ઉપરોક્ત મુજબ ઘણી વાર નિર્દંભભાવે કહેતા હોય છે.

કેટલીક વાર એમ બને કે સેવક સંત ગુરુવર્ય પ.પૂ.બાપજીની કોઈ સેવા કરે એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી કહેતા હોય, “સ્વામી, થેન્ક યૂ...”

“બાપજી, આપને અંગ્રેજી તો આવડે છે ને !”

અનંતકોટિ બ્રહ્માંડની અવરભાવની ભાષાના ગૂઢાર્થ જાણનાર અને પમાડનાર ગુરુવર્ય પ.પૂ.બાપજી સેવક સંતને જોઈ મંદ મંદ હસતાં હસતાં બોલ્યા :

“પણ સ્વામી, એ તો અમે તમારી જોડેથી શીખ્યા !”

ગુરુવર્ય પ.પ.બાપજી એટલે નિરદાંભિકતાનું મૂર્તિમંત સ્વરૂપ !

શરમ કે સંકોચ જેવી ભારજલ્લી મહત્તાથી સાવ રહિત સ્વરૂપ એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી.